ઉમરગામ તાલુકા પંચાયત ખાતે સામાજિક સમરસતા સેમિનાર યોજાયો..

0 min read
Worldwide Unique Visitors : 8
0 0

Read Time:1 Minute, 53 Second

વલસાડ, તા. ૨૪ ડિસેમ્બર
રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હસ્તક વલસાડ જિલ્લા અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી દ્વારા ઉમરગામ તાલુકા કક્ષાના સેમિનાર ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી લલિતાબેન દુમાડાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો,

ઉમરગામ તાલુકા પંચાયત ખાતે સામાજિક સમરસતા સેમિનાર યોજાયો..<br>


સામાજિક સમરસતા સેમિનાર અંગે મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રી હરેન્દ્રકુમાર  ચૌધરી તથા સમાજ કલ્યાણ નિરીક્ષકશ્રી ધ્રુમિલકુમાર પટેલ દ્વારા યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ સૌને યોજનાકીય પત્રિકાઓ વહેંચવામાં આવી હતી. આ સિવાય લોકોમાં સામાજીક સમરસતા વધે અને અસ્પૃશ્યતા દૂર થાય તે માટેની સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો અને કાયદા વિષે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.  
આ સેમિનારમાં જિલ્લા પંચાયત સભ્ય જીજ્ઞેશભાઈ મરોલીયા, તાલુકા અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મહેન્દ્રભાઇ પુનેટકર નગરપાલિકાના કાઉન્સેલર વૈભવીબેન માહ્યાવંશી, અનુસૂચિત જાતિ મોરચા તાલુકા મહામંત્રી મનોજભાઇ કાઠેકર તેમજ સમાજના આગેવાનો વર્ષાબેન સુરવે, રમણભાઈ સુરતી, વિશાલભાઈ લોરે, સંજયભાઈ વાડીકર, રજનીકાંત મેદીવાળા તેમજ ખુબજ બહોળી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો હાજર રહ્યા હતા. 

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ઉમરગામ તાલુકા પંચાયત ખાતે સામાજિક સમરસતા સેમિનાર યોજાયો..<br>

You May Also Like

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *