Read Time:3 Minute, 35 Second

વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનો ખાતે ટ્રેનનો સ્ટોપેજ તથા રેલવે સ્ટેશનોની માળખાકીય સુવિધાઓ બાબતે સાંસદશ્રીએ કરી વિગતવાર રજૂઆત

કેન્દ્રીય રેલ મંત્રી આદરણીય શ્રી અશ્વિની વૈષ્ણવજીને આજરોજ દિલ્હી ખાતે લોકસભાના દંડક, વલસાડ-ડાંગના સાંસદ શ્રી ધવલભાઈ પટેલે રૂબરૂ મુલાકાત કરી વલસાડ રેલવે સ્ટેશન ખાતે આગામી તારીખ ૨૭મી જુલાઈ થી “વંદે ભારત” ટ્રેનને સ્ટોપેજ આપવાના મહત્વપૂર્ણ નિર્ણય બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને વલસાડ જિલ્લાના વિવિધ રેલવે સ્ટેશનો ખાતે ટ્રેનોના સ્ટોપેજ અને માળખાકીય સુવિધાઓ બાબતે કેન્દ્રીય મંત્રીશ્રી સાથે વિગતવાર ચર્ચા વિચારણાઓ કરી હતી

સાંસદ શ્રી ધવલ પટેલ સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા બાદ એમના મતવિસ્તારના જનહિતના કાર્યો, લોકસમસ્યાઓ અંગે સમયાંતરે કેન્દ્ર, રાજ્ય સરકારમાં રજૂઆતો કરતા રહ્યા છે,સાંસદ શ્રી ધવલભાઈ પટેલ દ્વારા વલસાડ જિલ્લા ના રેલવે વિભાગને સ્પર્શતા પ્રશ્નો અંગે પણ વખતતો વખત કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજીને લેખિત રજૂઆતો કરી હતી જેમાં "વંદે ભારત" ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા માટેની એમની રજૂઆતો અને અથાગ પ્રયત્નો થકી ગત તારીખ ૧૭મી જુલાઈ ૨૦૨૫ ના રોજ રેલવે વિભાગ દ્વારા ટ્રેન નંબર 20901/20902 મુંબઈ સેન્ટ્રલ થી ગાંધીનગર કેપિટલ સ્ટેશન તરફ જતી "વંદે ભારત" ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો,જે બાદ આગામી તારીખ ૨૭મી જુલાઈ રવિવાર ના રોજ "વંદે ભારત" ટ્રેનને વલસાડ રેલવે સ્ટેશન ખાતેના પ્રથમ સ્ટોપેજના કાર્યક્રમને પણ રેલવે વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે જેમાં સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, જિલ્લાના ધારાસભ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ,અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહી મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનથી વલસાડ રેલવે સ્ટેશન ખાતે આવતી "વંદે ભારત" ટ્રેનને આવકાર્યા બાદ ટ્રેન ને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે, સાંસદશ્રીએ આજરોજ કેન્દ્રીય રેલ મંત્રીશ્રી સાથે કરેલી રૂબરૂમાં મુલાકાત દરમ્યાન વલસાડ જિલ્લાના વલસાડ, ઉમરગામ,પારડી, વાપી, સંજાણ રેલવે સ્ટેશનનો ખાતે વિવિધ ટ્રેનોના સ્ટોપેજો સંદર્ભે તેમજ જિલ્લાના તમામ રેલ્વે સ્ટેશનના વિકાસકાર્યો,અપગ્રેડેશન સહિત મહત્વપૂર્ણ લોકઉપયોગી માળખાકીય સુવિધાઓ બાબતે વિગતવાર ચર્ચા વિચારણા કરી હતી
