ભીલાડ ડહેલી રેલવે ટ્રેક ઉપર ઈન્ટરસિટી ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત

1 min read
Worldwide Unique Visitors : 23
0 0

Read Time:1 Minute, 4 Second

ઉમરગામના ભીલાડ ડહેલી ખાતે રેલવે થાંભલા નં. ૧૫૮/૧૭- ૧૯ની વચ્ચે અપ લાઈન ગેટ નં. ૭૪ થી સંજાણ તરફ રેલવે ટ્રેક ઉપર તા. ૨૦ જૂન ૨૦૨૫ના રોજ સાંજે ૦૬/૨૨ વાગ્યે ઈન્ટરસિટી એક્ષપ્રેસ ટ્રેનની અડફેટે આવી જઈ એક અજાણ્યા ૨૫ થી ૩૦ વર્ષીય યુવકનું મોત નિપજ્યુ હતું. અજાણ્યો મૃતક શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને સાડા પાંચ ફૂટ ઉંચાઈ ધરાવે છે. મૃતકે શરીરે કાળા રંગનો પેન્ટ તથા કાળા ગ્રે રંગનો ડિઝાઈન વાળો ફુલ બાયનો શર્ટ પહેર્યો હતો. શરીર પરથી ઓળખના કોઈ નિશાન મળી આવ્યા ન હતા. આ સિવાય ઓળખના પણ કોઈ આધાર પુરાવા મળી આવ્યા ન હતા. જેથી અજાણ્યા મૃતકના વાલી વારસોની કોઈ ભાળ મળે તો ભીલાડ પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.

ભીલાડ ડહેલી રેલવે ટ્રેક ઉપર ઈન્ટરસિટી ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

ભીલાડ ડહેલી રેલવે ટ્રેક ઉપર ઈન્ટરસિટી ટ્રેનની અડફેટે અજાણ્યા યુવકનું મોત

You May Also Like

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી<br>ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *