
વલસાડ તાલુકાની ડુંગરી પોલીસની ટીમ વાહન ચેકીંગ અને રસ્તા ઉપરથી પસાર થતા લોકોનું ચેકીંગ કરી રહી હતી. જે દરમિયાન એક શંકાસ્પદ ઈસમને અટકાવી પ્રાથમિક પૂછપરછ કરતા વલસાડ જિલ્લાના પારડીના તીધરાના એક બંગલામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો હતો. ડુંગરી પોલીસે શંકાસ્પદ ઇસમની 41(1) ડી હેઠળ અટકાયત કરી આગળની તપાસ માટે પારડી પોલીસની ટીમને સોંપી વધુ તપાસ પારડી પોલીસે હાથ ધરી છે.
વલસાડ જિલ્લાના પારડીના તીઘરા ગામે એક બંગલામાં થયેલી ચોરીનો 9 માસ બાદ ભેદ ઉકેલાતા એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ચોરીમાં સંડોવાયેલા ચાર ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા. વલસાડ ડુંગરી પોલીસની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. તે દરમિયાન શંકાસ્પદ ઈસમની પ્રાથમિક પૂછપરછ કરતા ગલ્લા-તલ્લાં કરી સંતોષકારક જવાબ આપ્યો ન હતો. વધુ પૂછપરછ કરતા તેણે પારડી તાલુકાના તીઘરા ગામે બ્રાહ્મણ ફળિયા ખાતે રહેતા પરેશકુમાર જોશી પરિવાર નેપાળ ફરવા માટે ગયા હતા, ત્યારે તેમના ઘરે 27 ઓક્ટોબર 2023 ના રોજ 10 તોલા જેટલું સોનુ અને રોકડ રકમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. ડુંગરી પોલીસે આરોપીની 41(1) ડી હેઠળ અટકાયત કરી વધુ તપાસ માટે પારડી પોલીસને આરોપી સોંપ્યો છે. પારડી પોલીસે ચોરીના કેસમાં સંડોવાયેલા યુવકની ધરપકડ કરી હતી. પારડી પોલીસે આરોપી કલમ દિલીપભાઈ અજનારની ધરપકડ કરી પારડી પોલીસે વધુ પૂછપરછ કરતા આ ચોરીમાં સંડોવાયેલ 4 આરોપીઓને વોન્ટેડ બતાવી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. હાલ આરોપી કલમ અજનારની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ વધુ તપાસ હાથ ધરી છે.