Read Time:48 Second
ઉમરગામ તાલુકાના અંકલાસ ગામે મણિબા પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ખાતે ખેડૂતશ્રી હસમુખભાઈ પટેલ દ્વારા ઉમરગામ તાલુકામાં પ્રાકૃતિક ખેતીનો વેગ વધારવા માટે પ્રાકૃતિક ખેતી માટે અમૃત સમાન કહેવાતું ૩૫૦ લીટર જીવામૃત ૪૦ જેટલા મહિલા ખેડૂતોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ દરેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ દરેક ખેડૂતને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

