ગુજરાત સ્ટેટ લેવલ ગ્રેપલિગ રેસલિંગ ભાઈઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન નવસારી ખાતે રાખવામાં આવી હતી જેમાં રજ્જુ શ્રોફ રોફેલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જુદી જુદી જુનિયર અને સિનિયર વિભાગમાં જેમકે (૧) માવ ખુશ્બુ ગોલ્ડ મેડલ ૪૨કિ.ગ્રામ (૨) કશિશ દામા ૫૫ કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૩) એકતા ઠાકોર ૭૭ કિ.ગ્રામ ગોલ્ડ મેડલ. (૪) આદિલ ખાન ૭૭કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૫) કરીના કોલતે ૭૧કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૬) અર્ચના ગૌસ્વામી ૪૯કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૭) દીપક સિંગ ૮૪ કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૮) ચાર્મી ભદ્રા ૭૧ કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૯) કુમકુમ યાદવ ૬૪કિ.ગ્રામ ગોલ્ડ મેડલ
(૧૦) લોવેશ પૈલવાલ ૫૪કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૧૧) સુધા પ્રસાદ ૫૩ કિ.ગ્રામ સિલ્વર મેડલ(૧૨) સોનાલી સિંગ ૫૮ કિ.ગ્રામ ગોલ્ડ મેડલ(૧૩) ગૌરી જયસ્વાલ ૪૯ કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૧૪) સ્નેહા યાદવ ૭૧કિ.ગ્રામ ગોલ્ડ મેડલ (૧૫) પાયલ મોરિયા ૫૪કિ.ગ્રામ બ્રોન્ઝ મેડલ (૧૬) શુભમ મોરિયા ૯૨કિ.ગ્રામ ગોલ્ડ(૧૭) વિશાલ યાદવ ૫૪કિ.ગ્રામ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
આ તમામ વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની ગ્રેપલિંગ રેસલિંગ સિનિયર વિભાગ અને જુનિયર વિભાગ ટીમમાં પસંદગી થયેલ છે.
આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટી ઇન્ચાર્જ પ્રોવોસ્ટ ડૉ અરવિંદમ પોલ, ઇન્ચાર્જ રજિસ્ટ્રાર ડૉ પ્રિયકાન્ત વેદ, ડાયરેક્ટર એમબીએ ડૉ કેદાર શુક્લા, શારીરિક શિક્ષણના અધ્યાપક ડો.દિલીપ ઘોલપ અને રોફેલ કોલેજ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ તરફથી અભિનંદન પાઠવ્યા છે.

