
ઉમરગામ તાલુકામાં હાલ 70 વર્ષથી વધુના વૃદ્ધો ના સ્વસ્થ ની ચિંતા સેવી મોજુદા સરકારે વય વંદના આયુષ્માન કાર્ડ બનાવવાની કામગીરી કરતા ગ્રામ પંચાયત ભિલાડ, ગ્રામ પંચાયત સંજાણ,ગ્રામ પંચાયત ફણસા, ગ્રામ પંચાયત મરોલી માં પોતાના વિસ્તારના વયો વૃદ્ધો ને મેડિકલ સહાય ના શુભ ઉદેશ એ કાર્ડ બનાવવાની કામગીરી પ્રદેશની સૂચના મુજબ અને જિલ્લા ભાજપ સંગઠનના નિર્દેશ અનુસાર ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન ના અધ્યક્ષતા હેઠળ શરૂ કરવામાં આવી હતી

જ્યાં ઉમરગામ તાલુકા ભાજપ સંગઠન ના પ્રમુખ એમની ટીમના હોદ્દેદારો તથા ચૂંટાયેલી પાંખ સાથે ઉપરોક્ત તમામ ગ્રામ પંચાયતોની કરવામાં માં આવેલી કામગીરી સંદર્ભે મુલાકાત લીધી હતી.અને કામગીરી યોગ્ય વ્યસ્થાએ થઈ રહી છે કે નહીં નો તાગ મેળવ્યો હતો.આ કાર્યક્રમ માં ઉપસ્થિત સંગઠન મહામંત્રી સતીશ કારભારી,ઉમરગામ તાલુકા પંચાયત ઉપપ્રમુખ પ્રમુખ શ્રી વિલાશભાઈ ઠાકરિયા, જિલ્લા ભાજપ બક્ષીપંચ પ્રમુખ શ્રી નીલેશભાઈ ભંડારી,તાલુકા પંચાયત સભ્ય શ્રી દીપકભાઈ મિસ્ત્રી, તાલુકા સંગઠન ઉપપ્રમુખ શ્રી ચિરાગભાઈ પટેલ, સંગઠન મંત્રી આકાશ ગોસાઈ,નરેન્દ્ર મોદી મંચ ના જિલ્લા પ્રમુખ શ્રી મનમોહન શાહ, સરપંચ શ્રી નિમેષભાઈ પટેલ, સરપંચ શ્રીમતી ગ્રીષ્માબેન પટેલ,ભિલાડ ગામ ના અગ્રણી શ્રી પિયુષભાઈ તથા ગ્રામ પંચાયતના સભ્યો સહિત લોકો ખૂબ મોટી સંખ્યા હાજર રહ્યા.

