
આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ ,વાપીમાં “ગુરુ પૂર્ણિમા”ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.આર. કે. દેસાઈ પરિવારના વિવિધ વિદ્યા શાખામાં નવા પ્રવેશ પામેલા વિદ્યાર્થીઓ તેમજ તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રવેશાર્થીઓનું કંકુ તિલક દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આજનો પ્રથમ દિવસ એટલે યજ્ઞના હવનકુંડમાં સંકલ્પો સમર્પિત કરવાનો દિવસ છે. તેજસ્વી વિદ્યાર્થી બનવું એ મહાન છે. તથા વિદ્યાર્થી જીવનમાં પોતાના ધ્યેય ઉચા રાખવા જોઈએ. શિક્ષણના વ્યવસાયમાં આગળ વધનારા તમામએ સ્વીકૃતિ સંતુલન અને સર્જનાત્મકતા જેવા ગુણો વિકસાવવા જોઈએ. તેમજ ગુરુ પૂર્ણિમા ના દિવસે આર. કે. દેસાઈ પરિવારનાં સમગ્ર પ્રાધ્યાપકોનું કુમકુમના ચાંદલો કરી કાર્યક્રમ માટે આવકાર્યા હતા તેમજ સંસ્થાનાં અધ્યાપિકા ડૉ ગુંજન વશી અને ડૉ સારિકા પટેલ દ્વારા વૈદિક કાળના ગુરુઓનો વિશિષ્ટ પરિચય કરાવી આપણી ભુલાતી જતી સંસ્કૃતિને ઉજાગર કરવાનો સમર્થ પ્રયાસ કર્યો હતો. ગુરુપૂર્ણિમા નિમીતે વિદ્યાર્થીઓ સર્જનાત્મક શૈલીનો વિકાસ થાય તે માટે સમગ્ર વિદ્યા શાખાના વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિવિધ વિદ્યા શાખાનાં હેડ દ્વારા કરવામાં આવ્યું હતું.

પ્રસ્તુત સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવા બદલ સંસ્થાના ચેરમેનશ્રી મિલન દેસાઈ તથા ઇન્ચાર્જ કેમ્પસ ડાયરેક્ટર મિત્તલ શાહ, આચાર્ય ડૉ. પ્રીતિ ચૌહાણ, ડૉ. શીતલ ગાંધી, પ્રા. સુરભી ચૌધરી
તેમજ કોલેજના સર્વ અધ્યાપકોએ શુભેચ્છાઓ પાઠવી હતી.

