
મે પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર સિંહ સાહેબ, સુરત વિભાગ, સુરત તથા વલસાડ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા સાહેબ તથા મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.કે.વર્મા સાહેબ વલસાડ વિભાગ, વલસાડ દ્વારા મિલકત સંબધી વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી આરોપીઓને પકડી પાડવા અંગે તમામ પ્રકારના પ્રયત્નો કરવા સુચના આપેલ હોય. તેમજ તેઓ ધ્વારા આરોપીઓને શોધી કાઢવા માટે ચોકકસ દીશામાં પ્રયત્નો થાય તે માટે રેન્જ/જીલ્લાના તમામ અધિકારીશ્રીઓને અવગત કરવામાં આવેલ હોય, જે અનુસંધાને ગઈ તારીખ-૨૯/૦૪/૨૦૨૫ કલાક ૧૮/૩૦ થી તા. ૩૦/૦૪/૨૦૨૫ ના કલાક ૧૦/૦૦ દરમ્યાન હરકોઇ વખતે ફરીયાદી શ્રી દેવાનંદ લાખાભાઇ છુછળ જાતે આહિર રહે. બંગલો નંબર ૧૨૭, મણીબાગ સોસાયટી નંબર-ર કલ્પેશભાઇ પટેલના બંગલામાં ભાડા ઉપર અબ્રામાં તા.જી.વલસાડ ના ઘરમાથી ટાયટન કંપનીની ઘડીયાળ કી.રૂ ૧૦,૦૦૦/-ની તથા ઘરના પાર્કીંગમાં રાખેલ સ્કોડા રેપીડ કાર રજીસ્ટ્રર નંબર GJ-11-AB-6552, કી.રૂ ૨,૦૦,૦૦૦/-ની મળી કુલ્લે રૂ ૨,૧૦,૦૦૦/-ની કોઈ અજાણ્યા ઇસમ ઘરફોડ કરી લઈ ગયેલાની ફરીયાદ વલસાડ સીટી પોલીસ સ્ટેશન ખાતે આપતા, ફરીયાદ નોંધી વલસાડ સીટી પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ વલસાડ સીટી પો.સ્ટે.ના સર્વેલન્સના પો.સ.ઇ.શ્રી ડી.એસ.પટેલ તથા સર્વેલન્સ સ્ટાફના માણસોએ અલગ અલગ ટીમ બનાવી બનાવવાળી જગ્યાની આજુબાજુના તેમજ નેશનલ હાઈવે ૪૮ ના અલગ અલગ ૧૫૦ થી વધુ કેમેરા જોઈ સદર ઘરફોડ કરનાર ઇસમ પૈકી આરોપી મંલગ સૌંદ શેખ રહે મુંબઈ (મહારાષ્ટ્ર) નામના આરોપીને મોરીવલી સબ સ્ટેશનની દિવાલ પાસે અંબરનાથ પુર્વ લાડી નાકા જી.થાણે (મહારાષ્ટ્ર) નાઓને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતો, ત્યારબાદ આ ઘરફોડ ચોરી કરનાર ઇસમ મહંમદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મહંમદ સઈદ હાલ રહે રૂમ નંબર ૨૦૪, બીજા માળે ચાલ નંબર-૨, જહાંગીરપુરી જુની દિલ્લી મુળ રહે. ૪૦૨, નુરજહા એપાર્ટમેંટ, નયાનગર,મીરારોડ, જી-પાલઘર (મહારાષ્ટ્ર) નાઓ આ ગુનામા નાસતો ફરતો હોય તેમજ આ આરોપી અગાઉ મર્ડર, મર્ડરની કોશીષ, ધાડ, લુંટ, જેવા ગંભીર ગુનામા સંડોવાયેલ હોય જેથી મુંબઈ શહેર છોડી દીલ્હી, ઉત્તરપ્રદેશ જેવા અલગ અલગ રાજયમાં નાસતો-ફરતો હોવાની હકીકત ધ્યાનમાં આવેલ જેથી આરોપી બીજુ ગુનાહીત ક્રુત્ય કરે એ પહેલા વલસાડ સીટી પોલીસ ઈન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ
સર્વેલન્સના પો.સ.ઈ ડી.એસ.પટેલ અને માણસોની અલગ-અલગ ટીમો બનાવી આ આરોપીના આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક સ્ટેટમેંટની માહીતી મેળવી, આરોપીના બેંકમા થયેલ ટ્રાનઝેકશન વાળા ઇસમોની માહીતી એકઠી કરી, બાતમીદારો ઉભા કરી વર્કઆઉટ કરતા ટીમના પો.સ.ઈ ડી.એસ.પટેલ નાને એક ચોક્ક્સ માહીતી મળેલ કે વોન્ટેડ આરોપી મહંમદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મહંમદ સઈદ ડોંગરી, ઉત્તન મીરા ભાયંદર, (મહારાષ્ટ્ર) ખાતે કાંઇ ગુનાહીત ક્રુત્ય કરવા માટે આવનાર છે, જે માહીતીના આધારે પોલીસ ઈન્સપેકટર ડી.ડી.પરમાર સાહેબ અને એલ.સી.બી વલસાડ પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ સાહેબના માર્ગદર્શન હેઠળ તાત્કાલીક ટીમ રવાના કરી આ ગુનાના નાસતા-ફરતા આરોપીને પકડી પાડેલ છે.
- પકડાયેલ આરોપી:-
મહંમદ ઇબ્રાહીમ ઉર્ફે સોહેલ મહંમદ સઈદ હાલ રહે રૂમ નંબર ૨૦૪, બીજા માળે ચાલ નંબર-૨, જહાંગીરપુરી જુની દિલ્લી મુળ રહે. ૪૦૨, નુરજહા એપાર્ટમેંટ, નયાનગર, મીરારોડ, જી-પાલઘર (મહારાષ્ટ્ર)
- ડીટેક્ટ થયેલ ગુના
(1) वलसाड सीटी पोलीस स्टेशन, 637/2025 BNS 331(4),305
(2) गोविंहनगर पोलीस स्टेशन, बैंग्लोर सीटी, ७८७ 348/2024 BNS 331(4),305
(3) नयानगर पोलीस स्टेशन महाराष्ट्र 136/2025 BNS 331(4),305
(4) મધુગીરી પોલીસ સ્ટેશન, ટુમાકુરુ, કર્ણાટક 0037/25 BNS 312
(5) अशोऽनगर पोलीस स्टेशन, बेंगलोर 583/2015 IPC 307, Arms Act 25,27
પકડાયેલ આરોપીનો ગુનાહીત ઇતીહાસ:-
(1) चंद्रलेा ले-आउट पोलीस स्टेशन, बेंगलोर 250/2018 IPC 457,380
(2) नंहीनी ले-आउट पोलीस स्टेशन बेंगलोर 247/2021 IPC 454,380
(3) ८४गोपालनगर पोलीस स्टेशन, बेंगलोर 0377/2020 IPC 454,380
(4) हीरीस्वे पोलीस स्टेशन, हासन 0113/2022 IPC 399,402
(5) व३ना पोलीस स्टेशन, मैसुर 119/2018 IPC 457,380
પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી
સદર કામગીરી વલસાડ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટરશ્રી ડી.ડી.પરમાર, એલ.સી.બી વલસાડ પોલીસ ઇન્સપેક્ટર ઉત્સવ બારોટ PSI ડી.એસ.પટેલ, HC સહદેવસિંહ પ્રવીણસિંહ બ-નં ૫૭૭, HC નરેંદ્રસિહ બ-નં ૭૮૩, HC દિવાનજી બ-નં ૧૦૮૯, PC મહેંદ્રસિંહ મહોબત્તસિંહ બ-નં ૫૦૭, PC મંગુભાઈ બ-નં ૩૭૬, PC જયદીપસિંહ ગિરીશભાઈ બ-નં ૮૦૧ નાઓએ ટીમવર્કથી કરેલ છે.
