Read Time:1 Minute, 18 Second

તા. ૭ જુલાઈ
વાપીના ગીતાનગર ખાતે ટાંકી ફળિયામાં શ્રીજી પેલેસની આગળ પહેલવાન ભાઈની દુકાનની પાછળ રહેતા ૪૫ વર્ષીય ચંદ્રશેખર રામકોમલ શાહુ (મૂળ રહે. બડગુ, પોસ્ટ ભેંસલા, થાના-સહજેનવા, જિ.ગોરખપુર, ઉત્તરપ્રદેશ)ની ૨૧ વર્ષીય દીકરી રોમા ચંદ્રશેખર શાહુ તા. ૧ જુલાઈ ૨૦૨૫ના રોજ સવારે ૮ કલાકે હુ નોકરી પર જાઉ છું એમ કહી ઘરેથી ગઈ હતી. જે સાંજે પરત ન ફરતા પરિવાજનોએ શોધખોળ આદરી હતી. પરંતુ કોઈ ભાળ મળી ન હતી. ગુમ થનાર રોમા શરીરે મધ્યમ બાંધો, ઘઉંવર્ણ અને સાડા ચાર ફૂટ ઉંચાઈ ધરાવે છે. જેણે ગ્રીન કલરની કુર્તિ, બ્લેક કલરનો પાયજામો અને ચંપલ પહેરી હતી. જે હિન્દી અને ગુજરાતી ભાષા જાણે છે. જે પોતાની સાથે બંધ મોબાઈલ, આધાર કાર્ડ અને બેંક પાસબુક લઈ ગઈ હતી. જે કોઈને પણ ગુમ થનાર રોમા શાહુની ભાળ મળે તો વાપી ટાઉન પોલીસ મથકે જાણ કરવા અખબારી યાદીમાં જણાવાયુ છે.
