વલસાડ જિલ્લામાં ગુરૂપૂર્ણિમા અને ગૌરીવ્રતને પગલે તા. ૨૦ જુલાઈ સુધી સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

1 min read
Worldwide Unique Visitors : 16
0 0

Read Time:1 Minute, 40 Second
વલસાડ જિલ્લામાં ગુરૂપૂર્ણિમા અને ગૌરીવ્રતને પગલે તા. ૨૦ જુલાઈ સુધી સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

તા. ૦૭ જુલાઈ
આગામી દિવસોમાં ગુરૂપૂર્ણિમા અને ગૌરીવ્રતની ઉજવણી થનાર હોવાથી વલસાડ જિલ્લામાં જાહેર શાંતિ, સલામતી જાળવવા સરઘસ કાઢવાની તેમજ સભા ભરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. જે અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એમ.ડી.ચુડાસમાએ ગુજરાત પોલીસ અધિનિયમ – ૧૯૫૧ની કલમ-૩૭(૩) થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લામાં તા. ૨૦ જુલાઈ ૨૦૨૫ સુધી અનઅધિકૃત રીતે/ ગેરકાયદેસર રીતે ચાર કરતા વધુ માણસોની કોઈ સભા કરવી કે બોલાવવી નહી, સરઘસ કાઢવુ નહી કે દેખાવ નહી કરવા જણાવ્યું છે.
આ હુકમ સ્મશાન યાત્રા કે એસટી બસ-રેલવેમાં મુસાફરી કરવા માંગતા લોકોને, સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી મેળવનાર બોનોફાઈડ વ્યક્તિને તથા સરકાર દ્વારા આયોજિત કાર્યક્રમો કે અભિયાનોને લાગુ પડશે નહી. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર મુંબઈ પોલીસ અધિનિયમ- ૧૯૫૧ની કલમ ૧૩૫(૧) તથા ભારતીય ન્યાય સંહિતા – ૨૦૨૩ની કલમ – ૨૨૩ અનુસાર સજાને પાત્ર થશે. જે માટે વલસાડ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેકટર સુધીના તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવ્યા છે.

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

વલસાડ જિલ્લામાં ગુરૂપૂર્ણિમા અને ગૌરીવ્રતને પગલે તા. ૨૦ જુલાઈ સુધી સભા-સરઘસ ઉપર પ્રતિબંધ

You May Also Like

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી<br>ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

ખેડૂતોને રાત્રીના ભયમાંથી મુક્તિ, સમૃદ્ધિનો માર્ગ મોકળો: વલસાડ જિલ્લાના ૨૯૬૩૦ ખેડૂતોને મળે છે દિવસે વીજળી
ખેતી ક્ષેત્રે ક્રાંતિકારી પહેલ: ‘કિસાન સૂર્યોદય યોજના’ ખેડૂતોના જીવનમાં અંધારા ઉલેચી લાવી નવો ઉજાસ..

More From Author

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *